ફાર્મા કંપની સિગાચીએ તેના શેરોને સ્પ્લિટ કરવાનો નિર્ણય કર્યો છે. કંપની તેના 1 શેરને 10 ટુકડામાં વહેંચવા જઈ રહી છે.
આ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે.
સિગાચી ઈન્ડસ્ટ્રીઝે શેરબજારને આપેલી જાણકારીમાં કહ્યું છે કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેરને 10 ભાગમાં વહેંચવામાં આવશે.
આ સ્ટોક સ્પ્લિટ માટે 10 ઓક્ટોબર 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.
ગત એક મહિના દરમિયાન ફાર્મા કંપનીના શેરોમાં 2.87 ટકાની સામાન્ય તેજી જોવા મળી છે.
વર્ષ 2023ની વાત કરીએ તો કંપનીના શેર 30 ટકા વૃદ્ધિ હાંસિલ કરવામાં સફળ રહ્યા છે.
સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેરની 52 સપ્તાહની હાઈ 390 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 220 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીની માર્કેટ કેપ 1087.82 કરોડ રૂપિયા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.