GREAT EASTERN SHIPPING CO LTD ચાલૂ કારોબારી વર્ષના પહેલા ક્વાટરના પરિણામો જાહેર કરી દીધા છે.
કંપનીએ તેના રોકાણકારો માટે શાનદાર ડિવિડન્ડની જાહેરાત કરી છે. જાણો એક શેર પર કેટલું ડિવિડન્ડ મળશે.
ક્વાટર પરિણામો જાહેર કરતા કંપનીએ જણાવ્યું કે, રોકાણકારોને 2-2 ડિવિડન્ડ આપવામાં આવશે.
એક્સચેન્જમાં ફાઈલ જાણકારી પ્રમાણે, કંપનીએ અંતરિમ ડિવિડન્ડની સાથે-સાથે સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી છે.
કંપની રોકાણકારોને એક શેર પર 12.90 રૂપિયા અંતરિમ ડિવિડન્ડ અને 7.50 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ આપશે.
રોકાણકારોના ખાતામાં અંતરિમ ડિવિડન્ડ 16 ઓગસ્ટ 2023 અને સ્પેશિયલ ડિવિડન્ડ 29 ઓગસ્ટ 2023ના રોજ ક્રેડિટ થઈ જશે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.