બોનસ શેર આપનારી કંપનીઓ પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે ખુશખબર છે.
કામા હોલ્ડિંગ્સ લિમિટેડે તેના રોકાણકારોને મોટી ખુશખબરી આપી છે.
કંપનીએ 1 શેર પર 4 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. શુક્રવારે 1 સપ્ટેમ્બરના રોજ આ જાહેરાત કરવામાં આવી છે.
કંપનીએ શુક્રવારે શેરબજારને જણાવ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેર પર 4 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.
આ ખબર આવ્યા બાદ કામા હોલ્ડિંગ્સના શેરોમાં 4 ટકાની તેજી જોવા મળી છે.
જાણકારી અનુસાર, કંપનીએ હજુ આ બોનસ શેર માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી.
કામા હોલ્ડિંગ્સે ગત મહિને એટલે કે ઓગસ્ટ 2023માં રોકાણકારોને દરેક શેર પર 82 રૂપિયા ડિવિડન્ડ આપ્યું હતું.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.