1 શેરના બદલામાં 5 બોનસ શેર આપશે આ કંપની!

સ્મોલકેપ કંપની ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવે તેના રોકાણકારોને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. 

સ્પેશિયાલિટી રિટેલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપની ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવેએ રોકાણકારોને 5:1ના રેશિયોમાં બોનસ શેર માટે વાત કરી છે.

એટલે કે કંપની દરેક શેર પર  5 બોનસ શેર આપશે. આ પહેલીવાર બનશે કે, જ્યારે કંપની રોકાણકારોને બોનસ શેર આપશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવેનો આઈપીઓ આવ્યો હતો અને ત્યારથી કંપનીના શેરોએ તાબડતોડ રિટર્ન આપ્યું છે.

 ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવેએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, 10 ફેબ્રુઆરીના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સેની એક્સ્ટ્રા ઓર્ડિનેરી જનરલ મીટિંગ થવાની છે. 

કંપની કમ્પ્યુટર્સ, લેપટોપ્સ, ટેબલેટ્સ, મોનિટર્સ, પ્રિન્ટર્સ, હાર્ડ ડિસ્ક, મોબાઈલ ફોન, સ્પીકર્સ, હેડસેટ, પાવર બેંક, કીબોર્ડ અને બીજી એસેસરીઝ ઓફર કરે છે.

5 જાન્યુઆરી 2023ના રોજ ઓપન થયેલો ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવેનો આઈપીઓ 9 જાન્યુઆરી સુધી ઓપન રહ્યો હતો. કંપનીનો આઈપીઓ 225 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. 

કંપનીના શેર 17 જાન્યુઆરી 2023ના રોજ 270 રૂપિયા પર લિસ્ટ થયા હતા. અહીં, ગત 10 મહિનામાં ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવેના શેરોમાં ગજબની તેજી આવી છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.