1 શેર પર મળશે 325 રૂપિયાનું ડિવિડન્ડ

સ્મોલ-કેપ કંપની ધ યમુના સિન્ડિકેટ લિમિટેડે FY23 માટે 325 ટકાના ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે.

કંપનીના શેરોમાં આજે ગુરુવારે સામાન્ય ઘટાડો છે અને તે હાલ 13478.90 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. 

જાણકારી અનુસાર, કંપની કોમર્શિયલ સર્વિસ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. 

કંપની ઓટો ઉદ્યોગ, કૃષિ રસાયણ, ઔદ્યોગિક અને ગ્રાહક ઈલેક્ટ્રિકલ્સ માટે વિવિધ પ્રકારના ઉત્પાદનો, કમ્પોનેન્ટ્સનો કારોબાર અને માર્કેટિંગ કરે છે. 

રેકોર્ડ ડેટના હિસાબથી રોકાણકારોને 325 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના અંતિમ ડિવિડન્ડની ચૂકવણી કરી દેવામાં આવશે.

આ ચૂકવણી 31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત ક્વાટર માટે કરવામાં આવશે. 

કંપનીએ હજુ સુધી તેના Q1FY24ના પરિણામ જાહેર કર્યા નથી. કંપની પર કોઈ દેવું નથી.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.