1 શેર પર 50 રૂપિયા ડિવિડન્ડ આપશે આ કંપની

GILLETTEએ વર્તમાન કારોબારી વર્ષના પહેલા ક્વાટરના પરિણામોની જાહેરાત કરી દીધી છે. 

કંપનીએ નફો અને કમાણીની સાથે-સાથે રોકાણકારો માટ એક ખુશખબરની પણ જાહેરાત કરી છે. 

કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે.

કંપનીએ બીએસઈ એક્સચેન્જ ફાઈલિંગ દરમિયાન જણાવ્યું કે, કંપનીના નફામાં વધારો થયો છે. નફો 67 કરોડ રૂપિયાથી વધીને 92 કરોડ રૂપિયા થઈ ગયો છે.

કંપનીની કમાણીની વાત કરીએ તો તેમાં પણ વધારો નોંધાયો છે. કંપનીની કમાણી 553 કરોડ રૂપિયાથી વધીને 619 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ફાઈલિંગ પ્રમાણે, કંપનીએ તેના રોકાણકારો માટે એક શેર પર 50 રૂપિયા ડિવિડન્ડની જાહેરાત કરી છે.

કંપનીના EBITDA માર્જિનની વાત કરીએ તો વાર્ષિક આધાર પર તે 112 કરોડ રૂપિયાથી વધીને 144 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

કંપનીના ડિવિડન્ડ ઇતિહાસ વિશે વાત કરીએ તો, 09 ફેબ્રુઆરી, 2023ના રોજ, કંપનીએ રૂ. 35, નવેમ્બર 10, 2022ના રોજ રૂ. 36, ફેબ્રુઆરી 09, 2022ના રોજ રૂ. 33ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.