શુગર અને કેન્સર જેવી બીમારીઓ માટે વરદાન સમાન છે આ ફળ.
બીલીનું ફળ સ્વાદમાં મીઠું હોવાની સાથે સાથે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે.
તેને પ્રાચીન કાળથી જ લોકો પસંદ કરતાં આવ્યા છે અને શરીર માટે અમૃત સમાન છે.
બિલી પેટ માટે એક ઉત્તમ ટોનિક છે. તેમાં ફાઇબરની માત્રા વધુ હોય છે જે ડાયરિયાને સારા કરે છે.
બિલીનો રસ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં મદદ કરે છે અને લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઓછું કરે છે.
જે એન્ટિઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. જેનાથી દિલની બીમારીઓ દૂર રહે છે.
બેલી ફેરોનિયા ગમથી ભરપૂર હોય છે. જે વધેલા શુગરને ઓછું કરે છે અને આયુર્વેદમાં ફણ બિલીના ફળને ડાયાબિટિસ માટે ફાયદાકારક કહેવાયું છે.
બિલીમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી ફંગસ અને એન્ટી ઈંફ્લેમેટરી ગુણના કારણે ત્વચના સંક્રમણ માટે ફાયદાકારક છે.
બિલીના રસમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે. જે ફ્રી રેડિકલ્સને નષ્ટ કરવાની ક્ષમતા રાખે છે જેથી કેન્સરનું રિસ્ક ઓછું થાય છે.
બિલીનો રસ વિટામીન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સનું પાવરહાઉસ છે.
બિલીનો જ્યૂસ પીવાથી બેક્ટેરિયા અને વાયરસથી થતાં સંક્રમણને રોકાવામાં મદદ મળે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...