ડાયાબિટીસના દર્દીઓ માટે 'અમૃત' છે આ અનાજ

આજના સમયમાં ભારતમાં મુખ્ય રૂપે સેવન કરવામાં આવતું અનાજ ઘઉં અને ચોખા છે. 

પહેલા લોકો મોટા અનાજનું સેવન વધુ કરતાં હતાં જેથી શરીરની પાચનક્રિયા યોગ્ય રહેતી હતી. 

ભારતીય શરીર માટે મોટુ અનાજ ખૂબ જ લાભકારક હોય છે. 

તે પેટ, પાચન અને સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે. 

આ મોટા અનાજને અંગ્રેજીમાં મિલેટ્સના નામે ઓળખવામાં આવે છે. 

ભારતમાં આશરે 77 મિલિયનથી પણ વધુ લોકો ડાયાબિટીસનો શિકાર છે. 

મિલેટ્સમાં વિટામીન બી3 હોય છે, જે શરીરના મેટાબોલિઝમને બેલેન્સ કરે છે. 

આ સાથે જ ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસની સમસ્યા માટે પણ લાભકારક હોય છે. 

અસ્થમાના દર્દીઓ માટે પણ તે લાભકારક છે. મિલેટ્સ થાયરોઇડ, લિવર, કિડનીની સમસ્યામાં લાભકારક છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો