લોન્ચિંગ પહેલા જ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે આ IPO
મેસન વાલ્વ્સ ઈન્ડિયાનો આઈપીઓ 8 સપ્ટેમ્બરે સબ્સક્રિપ્શન માટે ઓપન થઈ રહ્યો છે.
રોકાણકારો આ ઈશ્યૂમાં 12 સપ્ટેમ્બર સુધી દાવ લગાવી શકશે.
કંપની આઈપીઓ દ્વારા 31.09 કરોડ રૂપિયા એકત્રિક કરવા માંગે છે.
આઈપીઓનો 102 રૂપિયા પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. લોટ સાઈઝ 1200 શેરોની છે.
કંપનીનો આઈપીઓમાં 30.48 લાખ ઈક્વિટી શેરોનો ફ્રેસ ઈશ્યૂ છે.
IPOનો અડધો હિસ્સો રિટેલ રોકાણકારો અને બાકીનો 50 ટકા હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ અને સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે.
ગ્રે માર્કેટમાં આ આઈપીઓ 90 રૂપિયાના પ્રીમિયમ પર છે. એટલે કે લિસ્ટિંગ દિવસ પર 88.24 ટકાનો નફો થઈ શકે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.