વિશ્વનું એકમાત્ર પ્રાણી, જે અવકાશમાં થયું પ્રેગ્નેન્ટ!
એક રશિયન વંદો જે 2007માં દુનિયાનો એક માત્ર જીવ હતો જે સ્પેસમાં પ્રેગ્નેન્ટ થયો હતો.
આ વંદોનું નામ નડેઝ્ડા હતું જેનો અર્થ આશા થાય છે.
આ વંદો એક પ્રયોગ તરીકે અવકાશમાં મોકલવામાં આવ્યો હતો.
રોસકોસમોસ ફોટોન એમ બાયો સેટેલાઇટ દ્વારા તેને અને અન્ય વંદાને અવકાશમાં મોકલ્યા હતા.
ત્યાં તેણે ગર્ભ ધારણ કર્યું અને 12 દિવસની યાત્રા પૂરી કરીને પૃથ્વી પર પરત ફર્યું.
પૃથ્વી પર આવ્યા બાદ આ કોકરોચે એક સાથે 33 બાળકોને જન્મ આપ્યો.
પૃથ્વી પર જન્મેલા વંદો પારદર્શક શેલ સાથે જન્મે છે, જે વય સાથે ભૂરા થઈ જાય છે.
પરંતુ અવકાશમાં જન્મેલા કોકરોચના શેલ પહેલેથી જ ભૂરા હતા.
અવકાશમાં ગુરુત્વાકર્ષણનો અભાવ હતો, જેના કારણે તેમનામાં આવા ફેરફારો થયા.