Cibil Score કે ઈનકમ પ્રૂફ વગર ઓછા વ્યાજ દરે મળી જશે આ લોન
પર્સનલ લોનની શરતો ઘણી કડક હોય છે અને ઈન્ટરેસ્ટ રેટ પણ બહુ વધારે હોય છે.
એવામાં એક લોન એવી છે જે કોઈ પણ ઝંઝટ વગર તમારી નાણાકીય જરૂરિયાતોને પૂરી કરી શકે છે. તેના માટે ન તો સિબિલ સ્કોર કે ન તો કોઈ ઈનકમ પ્રૂફની જરૂર પડે છે.
આપણે બધાએ કોઈકવાર બહુ જ જરૂરી કામ માટે રૂપિયાની જરૂર પડે છે અને રૂપિયાની વ્યવસ્થા થઈ શકતી નથી. એવામાં એક લોન એવી છે જે, કોઈપણ ઝંઝટ વિના તમારી નાણાકીય જરૂરિયાતોને પૂરી કરી શકે છે.
આ લોન લેવા માટે ન તો કોઈ સિબિસ સ્કોર કે, ન તો કોઈ ઈનકમ પ્રૂફ બતાવવો પડ છે, છતાય વ્યાજ દર ઘણા ઓછા હોય છે, અમે વાત કરી રહ્યા છીએ, ગોલ્ડ લોનની.
ગોલ્ડ લોન સામાન્ય રીતે શોર્ટ ટર્મની જરૂરિયાતો માટે લેવામાં આવે છે. જેમ કે બાળકોના લગ્ન, અભ્યાસ અને પરિવામાં કોઈ ઈમરજન્સીની સ્થિતિ.
સામાન્ય રીતે ગોલ્ડ લોનના વ્યાજ દર 10 ટકાથી ઓછા હોય છે. કારણ કે, આ લોન બેંકો અને NBFC માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે.
ગોલ્ડ લોન લેવા માટે સિબિલ રેકોર્ડ ચેક કરવાની કોઈ જ જરૂર પડતી. જો તમારો સિબિલ સ્કોર સાવ ખરાબ છે, તો પણ તમે આ લોન લઈ શકો છો.
જો કે, આ લોનની તમે સમયસર ચૂકવણી કરીને સિબિલ સ્કોર સુધારી શકો છો. ગોલ્ડ લોન તરત જ મળી જાય છે.
પ્રતિ ગ્રામ સોના પર લગભગ 2,000 રૂપિયા સુધીની લોન મળે છે. આ રકમ સોનાની શુદ્ધતાના હિસાબથી ઓછી કે વધારે હોઈ શકે છે.