કમાણી કરાવવા તૈયાર છે આ મલ્ટીબેગર શેર

તમે શેરબજારમાં મલ્ટીબેગર શેરો વિશે ઘણી વાર સાંભળ્યું હશે.

સોનાટા સોફ્ટવેરના શેર પણ મલ્ટિબેગર શેરોની યાદીમાં સામેલ છે. છેલ્લા 10 વર્ષમાં આ કંપનીના શેરોએ શેરધારકોને જબરદસ્ત વળતર આપ્યું છે.

સોનાટા સોફ્ટવેરના શેર એક દાયકામાં 5000% વધ્યા છે.

ઓગસ્ટ 2013માં સોનાટા સોફ્ટવેરનો શેર 18 રૂપિયા પર ટ્રેડ થતો હતો પરંતુ આજે તેની કિંમત 1039 રૂપિયા છે.

જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા આ કંપનીના શેરમાં 10,000નું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 5.5 લાખથી વધુ હોત.

સોનાટા સોફ્ટવેરની કુલ આવક વાર્ષિક ધોરણે 8% વધીને FY23 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 235 કરોડ થઈ છે, જે Q4FY22 માં રૂ. 218 કરોડ હતી.

ET માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, વિશ્લેષકોનું કહેવું છે કે દૈનિક અને સાપ્તાહિક ચાર્ટ પેટર્ન પર શેરમાં તેજી જોવા મળી રહી છે.

શેર ઈન્ડિયાના રિસર્ચ હેડ રવિ સિંઘે જણાવ્યું હતું કે, "શેર નજીકના ગાળામાં મજબૂત બુલિશ મોમેન્ટમ દર્શાવે છે અને મધ્યમ ગાળાના પરિપ્રેક્ષ્યમાં 1150ના સ્તરને સ્પર્શી શકે છે."

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.