કિસ્મત ચમકાવી દેશે આ MF, થોડા-થોડા રૂપિયા લગાવી બની જાઓ લખપતિ

બેંક એફડી અને નાની બચત યોજનાઓ ભારતીય રિટેલ રોકાણકારોના મનપસંદ રોકાણ ટૂલ્સ છે.

પરંતુ, છેલ્લા કેટલાક સમયથી રિટેલ રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડ તરફ રસ પણ વધ્યો છે.

આજે અમે તમને એવા પાંચ સ્મોલ કેપ ફંડ્સ વિશે જણાવીશું જેણે છેલ્લા પાંચ વર્ષમાં 31-42 ટકા SIP રિટર્ન આપ્યું છે.

AMFIના 18 સપ્ટે, 2023 સુધીના ડેટા અનુસાર, આમાંથી કોઈ પણ ફંડમાં દર મહિને 10,000ની SIP લેનાર રોકાણકારની પાસે પાંચ વર્ષમાં રૂ. 16.80 લાખ સુધીનું બની ગયું છે.

નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ ફંડ- છેલ્લા 5 વર્ષમાં આ યોજનાના ડાયરેક્ટ પ્લાનનું સરેરાશ SIP વળતર વાર્ષિક 35.8 ટકા રહ્યું છે. આ સ્કીમમાં ન્યૂનતમ રોકાણ 5000 રૂપિયા છે.

HSBC સ્મોલ કેપ ફંડ- 5 વર્ષમાં આ ફંડનું સરેરાશ SIP વળતર વાર્ષિક 31.82 ટકા રહ્યું છે. પાંચ વર્ષ સુધી દર મહિને રૂ. 10,000ની SIP કરતા રોકાણકારને હવે 13.08 લાખ મળ્યા છે.

HDFC Small Cap Fund- 5 વર્ષમાં સરેરાશ SIP વળતર વાર્ષિક 31.16 ટકા રહ્યું છે. આ સ્કીમમાં SIP માત્ર 100 રૂપિયાથી શરૂ કરી શકાય છે.

Union Small Cap Fund- છેલ્લા પાંચ વર્ષથી આ યોજનાનું સરેરાશ SIP વળતર વાર્ષિક 30.41 ટકા રહ્યું છે. આ ફંડમાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરનાર રોકાણકાર પાસે હવે 12.65 લાખ રૂપિયાનું ફંડ છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.