રાજસ્થાનની આ સૌથી પ્રાચીન ડ્રિંક્સ ગરમીમાં આપશે જોરદાર ઠંડક

ઉનાળામાં લોકો મોટાભાગે ઠંડી વસ્તુઓનું સેવન કરે છે.

ઘણા લોકો કુલ્ફી, આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સ પીને શરીરની ગરમી દૂર કરે છે.

જ્યારે રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારના લોકો રાબડી પીને ગરમીથી રાહત મેળવે છે.

હા, રાબડી એ રાજસ્થાનનું સૌથી જૂનું ડ્રીંક્સ છે.

અહીંના લોકો આખો દિવસ રાતે તૈયાર કરેલી રાબડી પીવાની મજા માણે છે.

રાજસ્થાનના સીકર વિસ્તારમાં તેને વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે.

તે બાજરીના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે અને સસ્તી પણ છે.

બાજરી અને ઘઉંની રાબડી હવે શહેરોમાં પણ બનાવવામાં આવી રહી છે

વૃદ્ધ લોકો કહે છે કે તેનાથી શરીરમાં ઠંડક આવે છે.