આ સંસ્થા પર્વતોની વિશેષતા જાળવવા કરે છે શાનદાર કામ
હાલ, પહાડોની વિવિધતા ખતમ થઈ રહી છે.
ત્યારે મહેસાણામાં કાર્યરત પ્રયાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પહાડોની વિવિધતા જળવાય તે માટે કામ કરે છે.
તારંગા પુનઃ પલ્લવિત અભિયાન અંતર્ગત તારંગાના પહાડોમાં સીડ્સ બોલ અને બીજના માધ્યમથી વૃક્ષારોપણ કરાય છે.
મહેસાણા જિલ્લામાં આવેલું તારંગા હિલ ઐતિહાસિક ડુંગર છે.
આ પહાડ પર પહેલા વિવિધ વનરાજી જોવા મળતી હતી.
સમયાંતરે પર્વતોની જુની વનસ્પતિ, વૃક્ષો,વેલો,છોડો અસ્તિત્વમાં રહ્યા નથી.
આ વિશેષ વનસ્પતિઓ નામ માત્ર બચી છે.
પહાડો પર આ વનસ્પતિઓ અને વૃક્ષોની સંખ્યા વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ અભિયાનમાં રાજકોટ , અમદાવાદ, મહેસાણા ,પાટણ સહિત ગુજરાતમાંથી 100થી વધુ યુવાનો જોડાયાલા છે.
જેમાં તેઓ દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન પહાડો ઉપર જઈને ત્યાં અલગ અલગ બીજનું રોપણ કરે છે.
તેમના દ્વારા દર વર્ષે 52 પ્રકારના અલગ અલગ વૃક્ષો જેમ કે મહેંદી, લીમડો , દેશી વડ ,ઉંબરો,પીપળો અને દેશી બાવળ સહિતના વિવિધ 2,00,000 જેટલા બીજનું રોપણ પર્વતોમાં કરવામાં આવે છે.
આ વર્ષે પણ તેમને 2,00,000 જેટલા બીજોનું રોપણ પર્વતોમાં કર્યું હતું.