નવા વર્ષે કંગાળ કરી શકે  આ શેર, પહેલા મોકે વેચી દેજો

પાવર જનરેશન સેક્ટરની મિનીરત્ન PSU કંપની SJVN લિમિટેડેના શેરને ગ્લોબલ બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન સેક્સે ડાઉનગ્રેડ કર્યો છે. 

આ અપડેટ બાદ ગત 5 દિવસ દરમિયાન શેરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

બ્રોકરેજનું કહેવું છે કે, મોટા પ્લાન્ટની કમીશનિંગમાં વિલંબના કારણે ચાલૂ નાણાકીય વર્ષ 2025માં અર્નિંગ્સ પ્રભાવિત થઈ શકે છે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

 જો કે, આ વર્ષે પીએસયૂ પાવર શેરની પરફોર્મેન્ટ દમદાર રહી છે. આ મિનીરત્ન PSU શેર ગત 6 મહિનામાં 150 ટકાથી વધારે રિટર્ન આપી ચૂક્યો છે.

ગોલ્ડમેન સેક્સે Power PSU Stock SJVNની રેટિંગના Buyથી ડાઉનગ્રેડ કરીને Sell કરી દીધી છે. જો કે, ટાર્ગેટ 57.5થી વધારીને 65 કરી દેવામાં આવ્યો છે. 

વર્ષ 2023માં શેર પરફોર્મેન્સની વાત કરીએ તો, ગત 6 મહિનામાં શેર 150 ટકાથી વધારે ઉછળી ચૂક્યો છે. જ્યારે, ગત એક વર્ષમાં શેર 153 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે. જ્યારે, 5 વર્ષમાં 275 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે.

ગ્લોબલ બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, કંપનીના મોટા પ્લાન્ટની કમીશનિંગમાં વિલંબ થઈ રહ્યો છે, તેના કારણે FY25Eની આવક પર અસર જોવા મળી શકે છે.

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.