2-3 મહિનામાં માલામાલ બનાવશે ટાટાનો આ શેર

ટાટા ગ્રુપની સોફ્ટવેર કંપની ટાટા એલેક્સીના શેર જબરદસ્ત તેજી બતાવી રહ્યા છે. એક મહિનામાં આ શેર 13 ટકા સુધી મજબૂત થઈ ગયા છે

ગત ગુરુવારે કંપનીના શેર 8460 રૂપિયા પર બંધ થયા અને કારોબાર દરમિયાન 8,497 રૂપિયાની નવી 52 સપ્તાહની હાઈ બનાવી હતી. 

બ્રોકરેજનું પણ માનવું છે કે, હજુ શેરમાં તેજી જોર પકડશે અને આવનારા દિવસોમાં 1-3 મહિનામાં તે નવી ઊંચાઈએ પહોંચી શકે છે.

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

મોતીલાલ ઓસવાલે આ શેરમાં પોઝિશનલ રોકાણકારોને 1-3 મહિના માટે ખરીદવાની સલાહ આપી છે.

ટાર્ગેટ પ્રાઈસ 9,600 અને 7,650 રૂપિયા પર સ્ટોપલોસ લગાવવો જોઈએ. હાલ ટાર્ગેટ પ્રાઈસથી શેર 17 ટકાથી વધારે નીચે છે. 

ટાટા ઈલેક્સી શેર માટે ઓલ ટાઈમ હાઈ 10,760 રૂપિયા છે, જે તેણે 17 ઓગસ્ટ 2022ના રોજ બનાવી હતી. આ શેર માટે 52 સપ્તાહની નીચી સપાટી 5,709 રૂપિયા છે.

બ્રોકરેજે તેમની રિપોર્ટમાં કહ્યું કે, Tata Elxsiએ Q2માં શાનદાર પ્રદર્શન રજૂ કર્યું છે. રેવન્યૂ ગ્રોથ વાર્ષિક આધાર પર 16 ટકા રહી.

એક મહિનામાં 13 ટકા, ત્રણ મહિનામાં લગભગ 20 ટકા, આ વર્ષે અત્યાર સુધીમાં 35 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 52600 કરોડ રૂપિયા છે.

MORE  NEWS...

શેરબજારમાંથી D-list થઈ જશે આ IT કંપની, ફ્લોર પ્રાઈસની કરી દીધી જાહેરાત

એક ઝાટકે 21%નું રિટર્ન આપશે ટાટાની કંપની, ગેરેન્ટી સાથે 10 જ દિવસમાં 1 શેર પર 700 રૂપિયાની કમાણી

NPCIએ લીધો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી આ લોકો નહીં કરી શકે UPI પેમેન્ટ સેવાનો ઉપયોગ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.