સુરતની આ કંપનીએ ચન્દ્રયાન 3 માટે બનાવ્યું સુરક્ષાકવચ

ISRO દ્વારા ચંદ્રયાન-3 આવનાર દિવસોમાં લોન્ચ કરવામાં આવશે.

અંતરીક્ષને લઈને ભારત દેશના સપનાઓ પૂર્ણ કરવા માટે ચંદ્રયાન-3 અમૂલ્ય ભાગ ભજવવાનો છે.

સુરતની એક કંપની દ્વારા ચંદ્રયાન-3 માટે સુરક્ષાકવચ એવા સ્કિવબ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

અંદાજે 3 હજા ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરીને આ કમ્પોનન્ટ ચંદ્રયાન-3ની ઉડાનમાં અગત્યનો ભાગ ભજવશે.

ચંદ્રયાન-3ના લોન્ચ થવા પર વિશ્વભરની નજર છે. 

તે ચંદ્રયાન- માટે સિરામિર પાર્ટ સુરતની હિમસન સિરામિક કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. 

આ કંપની છેલ્લા 30 વર્ષથી ઈસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે. 

ચંદ્રયાન-2 માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

ISROના ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની એક કંપનીએ બનાવ્યા છે. સુરતની હિમસન સિરામિક કંપની છેલ્લા 30 ર્ષથી ઈસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે.

આ સમગ્ર પ્રક્રિયામાં ઇન્સ્ટોલેશન અને ઇગ્નિશન ખૂબ મહત્વપૂર્ણ છે.

જ્યારે ચંદ્રયાનને ચંદ્ર તરફ લોન્ચ કરવામાં આવે ત્યારે ચંદ્રયાનના નીચેના ભાગમાં અત્યંત ગંભીર બ્લાસ્ટ થાય છે.

જ્યાં 3 હજાર ડિગ્રી સેલ્સિયસ જેટલી ઉત્પન્ન થાય છે અને આ તાપમાન વાયરને નુકસાન ન કરે તે માટે ખાસ સ્કિવબ્સનું આવરણ તેની ઉપર ચઢાવવામાં આવે છે.

જેનાથી આ બ્લાસ્ટની અસર યાન પર થતી નથી. 

આ સ્કિવબ્સ કોમ્પોનેન્ટને ખાસ ટેક્નોલોજીના માધ્યમથી તૈયાર કરવામાં આવે છે.