નારિયેળમાં પાણી વધારે છે કે મલાઇ? આ ટ્રિકથી તરત પડશે ખબર

નારિયેળ પાણીમાં સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્ત્વ પૂરતી માત્રામાં મળી આવે છે.

નારિયેળ પાણીમાં સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્ત્વ પૂરતી માત્રામાં મળી આવે છે.

દરરોજ નારિયેળ પાણીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

ગરમીની સીઝન આવી ગઇ છે અને દરરોજ નારિયેળ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

MORE  NEWS...

આખા વર્ષના ઘઉં ભરો ત્યારે બોરીમાં નાંખી દેજો આ પાન, એકપણ જીવાત કે ધનેડું નહીં પડે

ખાલી બે વસ્તુથી ઘરે બનાવો બજાર જેવું મોઝરેલા ચીઝ, મહિનાઓ સુધી નહીં થાય ખરાબ

ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે નારિયેળ ખરીદતી વખતે તેમને ઓછા પાણીવાળુ નારિયેળ મળે છે.

જો તમારી સાથે પણ આવું થતું હોય તો હવે નહીં થાય, કારણ કે અમે તમને એક એવી ટ્રિક જણાવીશું જેનાથી તમને નારિયેળમાં પાણી ઓછું છે કે વધારે, તે તરત ખબર પડી જશે.

નારિયેળમાં પાણી ઓછું છે કે વધારે તે જાણવા માટે નારિયેળને કાનની નજીક લાવીને હલાવો. જો તેમાંથી પાણી છલકાવાનો અવાજ આવે તો પાણી ઓછુ છે.

પાણી ત્યારે જ છલકાય છે જ્યારે તે ઓછુ અથવા અડધું હોય. તેવામાં એવું નારિયેળ ખરીદો જેમાં પાણી છલકાવાનો અવાજ ન આવે.

નારિયેળ હંમેશા નાનુ અને લીલુ પસંદ કરો. તેમાં વધારે પાણી હોય છે. મોટા નારિયેળમાં સામાન્ય રીતે ઓછુ પાણી નીકળે છે.

જો નારિયેળ ભૂરુ હોય અથવા પાકવાની તૈયારીમાં હોય તો તેમાં મલાઇ વધારે હોય છે અને પાણી ઓછું. આવું નારિયેળ ન ખરીદો.

MORE  NEWS...

પ્રેશર કુકરના ઢાંકણમાંથી વરાળ લીક થાય છે? આ દેશી જુગાડ આવશે કામ

સફેદ કપડાંને ગંદા કરી નાંખશે વોશિંગ મશીન, ધોવા નાંખતાં પહેલા કરી લો આ કામ