ઊંઘ ન આવવાની સમસ્યા ગંભીર થવા પર તે ઈન્સોમ્નિયા નામના રોગનું રૂપ લઈ લે છે.
ઘણાં તેને એક મનોવૈજ્ઞાનિક વિકાર કે માત્ર તણાવનું કારણ માનતા હોય છે.
એવું જાણવા મળ્યું છે કે ઊંઘતી વખતે વારંવાર સમય જોવાથી સમસ્યા વધે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આનો ઉપાય ઘણો જ સરળ છે.
તેના માટે ઘડિયાળ જોવાની આદતથી ઉલટું કરવું જોઈએ.
ઘડિયાળ જોવાનું બંધ કરવું તેનું સરળ અને પ્રભાવી સમાધાન થઈ શકે છે.
ઊંઘ ન આવે કે રાત્રે ઉઠી જાવ ત્યારે ઘડિયાળ જોવાની આદતની સીધી અસર મગજ પર પડે છે.
આ માટે રાત્રે ઊંઘ ન આવવા પર વારંવાર ઘડિયાળ જોવાનું ટાળવું જોઈએ.