મલ્ટીબેગર સ્મોલકેપ ટ્રેડિંગ અને ડિસ્ટ્રીબ્યૂશનલ કંપની Tine Agroએ હાલમાં જ સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર માટે જાહેરાત કરી છે.
શેરબજારમાં સૌથી ઝડપી રિટર્ન આપતા શેરોમાં આ કંપનીનો શેર સામેલ છે. હાલ શેર 355 રૂપિયાના સ્તર પર છે. જો કે, આ વર્ષ પહેલા શેર 10 રૂપિયાની નીચે આવી ગયો હતો. સ્ટેક ઈસીએમ સ્ટેજ 2માં રાખવામાં આવ્યો છે.
કંપનીએ શું જાણકારી આપી- કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં કહ્યું કે, ઈક્વિટી શેરના સબ-ડિવીઝન અને બોનસ શેર માટે 18 માર્ચ 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.
આ પહેલા કંપનીએ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરતા કહ્યું હતું કે, કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેરને 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 10 શેરમાં વિભાજિત કરશે.
તેની સાથે જ કંપનીએ બોનસ ઈશ્યૂની જાહેરાત કરતા એક શેર પર એક બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે.
એટલે કે બંને કોર્પોરેટ એક્શન બાદ રોકાણકારોને દર 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર 1 રૂપિયાવાળા 20 શેરમાં બદલાઈ જશે અને શેરની કિંમત વર્તમાન બાવના જ રેશિયોમાં ઘટી જશે.
શેરે તેના રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. ગત 1 વર્ષમાં શેરમાં રોકાણ 46 ગણાથી પણ વધારે વધ્યું છે. માત્ર 3 મહિનામાં જ શેર 252 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે.
2024માં હજુ સુધી શેર 128 ટકા વધ્યો છે. એક મહિનામાં જ શેરે 57 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે ગત સપ્તાહમાં શેર 10 ટકાથી વધારે વધ્યો છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો