16 એક્સપર્ટે કહ્યું- ખરીદો, 35 ટકા ભાગશે આ શેર

ટાઈટન કંપની લિમિટેડના શેરોમાં આજે 7 ઓગસ્ટના રોજ સામાન્ય ઘટાડા સાથે 3,329.35 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યા છે. 

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ જૂન ક્વાટરના પરિણામો બાદ ટાઈટનના શેર પર તેની આઉટપરફોર્મ રેટિંગને યથાવત રાખી છે. બ્રોકરેજે શેર માટે 4,100 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. 

બ્રોકરેજે કહ્યું કે, પહેલા ક્વાટરમાં મજબૂત જ્વેલરી માર્જિન વૃદ્ધિ પાછળ જવાબદાર રહ્યું. કંપનીને કસ્ટમ ડ્યૂટિ એડજસ્ટમેન્ટના કારણે ઓપરેટિંગ માહોલમાં સુધારાની આશા છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

મોર્ગન સ્ટેનલીએ ટાઈન પર ઈક્વલ વેટ રેટિંગ આપી છે, જેમણે શેર માટે 3,620 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે. 

બ્રોકરેજ ફર્મ સિટીએ તેના રિપોર્ટમાં લખ્યું કે, વધારે સ્પર્ધા અને સોનાની વધતી કિંમતને જોતા ઈમ્પોર્ટ ડ્યૂટિમાં કપાતથી બીજા ક્વાટરની ગ્રોથને લાભ થઈ શકે છે. 

સિટીએ ટાઈટન પર ન્યૂટ્રિલ રેટિંગ સાથે 3,510 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે.

બ્રોકરેજ ફર્મ નુવામાએ શેરને હોલ્ડથી અપગ્રેડ કરતા BUY રેટિંગ આપી છે અને 3,955 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. 

 ટાઈટન પર કવરેજ કરનારા 31 એક્સપર્ટમાંથી સૌથી મોટો ટાર્ગેટ એન્ટીક સ્ટોક બ્રોકિંગે 4,485 રૂપિયા રાખ્યો છે, જેનો અર્થ છે કે, વર્તમાન સ્તરથી શેરમાં 35 ટકા જેટલી તેજી આવી શકે છે. 

ટાઈટનને કવર કરનારા 31 એક્સપર્ટમાંથી 16એ શેરને ખરીદવાની સલાહ આપી છે, જ્યારે 10એ હોલ્ડ અને 5એ વેચવાની સલાહ આપી છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.