જાણવા જેવુંઃ જો 4% DA વધ્યો, તો કેટલો વધશે પગાર?

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવા પર વિચાર કરી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોદી સરકાર નવરાત્રી અને દિવાળી વચ્ચે ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે.

જો કે સરકાર આ અંગેની જાહેરાત ગમે ત્યારે કરી શકે છે, પરંતુ આ વધારો 1 જુલાઈ, 2023થી લાગુ ગણવામાં આવશે. અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર DAમાં 4 ટકા વધારાની જાહેરાત કરી શકે છે.

MORE  NEWS...

FD પર સુપરથી પણ ઉપરનું વ્યાજ આપી રહી છે આ બેંક

આ બેંકમાં એકાઉન્ટવાળાના હાથમાં માત્ર 20 જ દિવસ, આ કામ ન પતાવ્યું તો..

મફતમાં શેર વહેંચી રહી છે અમિતાભ બચ્ચનની કંપની, લાભ લેવો હોય તો જલ્દીથી કરી દો રોકાણ

CPI-IW પર આધારિત DAની ગણતરીની ફોર્મ્યુલા મુજબ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 4 ટકાનો DAવધારો થવાની સંભાવના છે.

ધારો કે કોઈ કર્મચારીનો પગાર મહિને 50 હજાર રૂપિયા છે અને તેનો બેસિક પે 15 હજાર રૂપિયા છે, તો તેને 42 ટકા ડીએ મુજબ 6,300 રૂપિયા મળે છે.

જો કે, 4 ટકા ડીએ વધારા પછી, કર્મચારીને દર મહિને 6,900 રૂપિયા મળશે. જો કોઈનો પગાર દર મહિને 50 હજાર રૂપિયા છે અને બેસિક પે 15 હજાર રૂપિયા છે, તો તેનો પગાર દર મહિને 600 રૂપિયા વધી જશે.

માર્ચ 2023 માં છેલ્લા વધારામાં, ડીએ 4 ટકા વધારીને 42 ટકા કરવામાં આવ્યું હતું.

MORE  NEWS...

લાઈન લાગી છે લાઈન! એકસાથે 28 IPO આવી રહ્યા છે મેદાનમાં

વર્લ્ડ કપના કારણે આ શેર બનશે રૂપિયા છાપવાનું મશીન, એક્સપર્ટે કહ્યું- 140ની પાર જશે ભાવ

IPOએ કર્યા માલામાલ, હવે કંપની રોકાણકારોને આપશે 17 બોનસ શેર

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.