આનાથી સરકારી તિજોરી અને આખરે દેશની અર્થવ્યવસ્થા પર વધારાનું દબાણ આવે છે. સરકાર દરેક બજેટમાં તેના ભંડોળની ફાળવણી કરતી હતી પરંતુ તે ક્યાં સુધી અને કેવી રીતે ચાલુ રહેશે તેની કોઈ યોજના નહોતી.
આની સાથે બીજી મોટી સમસ્યા એ છે કે ડીઆર (મોંઘવારી રાહત) એટલે કે મોંઘવારી ભથ્થું પણ દર છ મહિને વધતું જાય છે, જેના કારણે સરકારની જવાબદારી પણ સતત વધી રહી છે.
જ્યારે માત્ર ફિક્સ્ડ પેન્શન આપવાનો કોઈ રસ્તો નથી, તો સતત બદલાવને પહોંચી વળવા માટે પૈસા ક્યાંથી આવશે.
તેમ છતાય કેટલાક રાજ્યોએ OPSને ફરીથી લાગૂ કરી દીધી છે. આવું કેમ કરવામાં આવ્યું તેની પાછળ કોઈ રોકેટ સાયન્સ નથી પણ અંતમાં રાજ્યના ખજાનાને માર વેઠવો પડશે. તેની અસર સામાન્ય ટેક્સપેયર્સના બજેટ પર પણ દેખાશે.