એકસાથે 24 એક્સપર્ટે આપી આ શેર ખરીદવાની સલાહ

દિગ્ગજ ટેલીકોમ કંપની ભારતી એરટેલના શેર રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે.

કંપનીના શેર બુધવારે BSEમાં લગભગ 3 ટકાની તેજીની સાથે 912 રૂપિયા પર પહોંચી ગયા હતા.

ગત 4 ટ્રેડિંગ સેશનમાં 3માં ભારતી એરટેલના શેરોમાં તેજી આવી છે. 

માર્કેટ એક્સપર્ટ્સ પણ શેર પર બુલિશ છે, તેમનું કહેવું છે કે, કંપનીના શેર 1,000 રૂપિયાની પાર જશે. 

ભારતી એરટેલને ટ્રેક કરનારા 31માંથી 24 એનાલિસ્ટોએ કંપનીના શેરને ખરીદવાની સલાહ આપી છે. 

આ એનાલિસ્ટમાંથી 10નું માનવું છે કે, કંપનીના શેર આગામી 12 મહિનામાં 1000 રૂપિયા કે તેનાથી ઉપર ટ્રેડ કરશે.

ન્યૂ સ્ટ્રીટ રિસર્ચે ભારતી એરટેલના શેરો માટે સૌથી વધારે 1400 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

વિદેશી બ્રોકરેજ હાઉશ CLSAએ ભારતી એરટેલના શેરો માટે 1100 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. 

બ્રોકરેજ હાઉસનું માનવું છે કે, નાણાકીય વર્ષ 2026 સુધી એરટેલનો ARPU (પ્રત્યેક યૂઝરથી મળનાવું રેવન્યૂ) વધીને 257 રૂપિયા પર પહોંચી જશે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.