મફતમાં ભૂટાન ફરી આવો, ઉપરથી 14,000 રૂપિયાની કમાણી પણ થઈ જશે

પાડોશી દેશ ભૂટાન દુનિયાનો એકમાત્ર ઝીરો કાર્બન દેશ છે. અહીંની સંસ્કૃતિ અને સુંદરતા ભારત જ નહીં, પૂરી દુનિયાને પોતાની તરફ ખેંચી લે છે. 

ભારતીયો માટે અહીં જવું બહુ જ સરળ છે. ભારતના લોકોએ આ દેશમાં એન્ટ્રી માટે વિઝા કે પાસપોર્ટ કંઈ જરૂર પડતુ નથી.

ભૂટાન જવાના ઘણા રસ્તા છે અને તમારી પૂરા ફેમિલી સાથે ફરવું છે તો ઓછામાં ઓછા 7 દિવસ જોઈએ. આ હિસાબથી જે પણ ખર્ચો થશે, તે અમારા જણાવવામાં આવેલા જુગાડ પર કામ કરશો તો પરત આવતા સમયે સંપૂર્ણ રીતે ફ્રી થઈ જશે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

જો તમે દિલ્હીથી યાત્રા કરો છો, તો સૌથી પહેલા બાગડોગરા એરપોર્ટની ફ્લાઈટમાં બેસો. એક વ્યક્તિ માટે સરેરાશ 5000 રૂપિયા સુધી ભાડુ છે, તો 4 સભ્યોવાળી ફેમિલિ માટે તે 20,000 રૂપિયા થશે. 

બાગડોગરા એરપોર્ટથી લગભગ 9 કિલોમીટરના અંતરે સિલીગુડી બસ ટર્મિનસથી ભૂટાના ફુનસોલિંગ માટે બસો મળી જાય છે. 

બંને શહેરો વચ્ચે લગભગ 480 કિલોમીટરનું અંતર છે અને ટ્રાવેલિંગ માટે 5થી 6 કલાકનો સમય લાગે છે. ભાડુ માત્ર 250 રૂપિયા છે, તો તમે 1,000 રૂપિયાના ખર્ચમાં ભૂટાન પહોંચી જશો.

4 સભ્યોવાળી ફેમિલિના દિલ્હીથી બાગડોગરા આવવા-જવા પર 40,000 રૂપિયા, સિલીગુડીથી ફુનસોલિંગ આવવા-જવા પર 2000 રૂપિયા, હોટલનું ભાડું 28,000 રૂપિયા અને ખાવા-પીવામાં લગભગ 30,000 રૂપિયા ખર્ચ થશે. આ રીતે પ્રવાસ દરિમયાન સંપૂર્ણ 1 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.

હવે અમે તમને જણાવીએ કે, કેવી રીતે તમારી સંપૂર્ણ યાત્રા ફ્રી થઈ જશે અને રૂપિયા પણ બચી જશે. વાસ્તવમાં, જો તમે ભૂટાન જઈ રહ્યા હોવ, તો ત્યાંથી ટેક્સ ફ્રી સોનું ખરીદવાનું ન ભૂલતા.

ભૂટાનમાં 24 ડિસેમ્બરે 24 કેરેટ સોનાનો ભાવ 45,728 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે ભારતમાં (નવી દિલ્હી) 24 કેરેટ સોનાનો ભાવ 64,560 રૂપિયા હતો. આ રીતે, 10 ગ્રામ દીઠ આશરે 19,000 રૂપિયાની બચત થાય છે.

ભૂટાનથી એક પુરુષ તેની સાથે 20 ગ્રામ તો મહિલા 40 ગ્રામ સોનું લાવી શકે છે. આ રીતે પતિ-પત્ની ભૂટાનથી કુલ 60 ગ્રામ સોનું લાવી શકે છે. આ પ્રકારે ગોલ્ડ ખરીદી દ્વારા ભારતના મુકાબળે કુલ 1.14 લાખ રૂપિયા બચાવી શકાય છે.

ભૂટાનથી એક પુરુષ તેની સાથે 20 ગ્રામ તો મહિલા 40 ગ્રામ સોનું લાવી શકે છે. આ રીતે પતિ-પત્ની ભૂટાનથી કુલ 60 ગ્રામ સોનું લાવી શકે છે. આ પ્રકારે ગોલ્ડ ખરીદી દ્વારા ભારતના મુકાબળે કુલ 1.14 લાખ રૂપિયા બચાવી શકાય છે.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.