કંપનીને મળ્યો 2,752 કરોડનો ઓર્ડર, શેર પર રાખજો નજર

Transrail Lightingએ ગુરુવારે બજાર બંધ થયા બાદ જાણકારી આપી છે કે તેને, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન સેગમેન્ટમાં 2,752 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે. 

ટ્રાન્સરેલ લાઈટિંગ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન સેગમેન્ટમાં લીડિંગ ઈપીસી પ્લેયર્સમાંથી એક છે.

કંપનીના એમડી અને સીઈઓ રણદીપ નારંગે કહ્યું કે, અમે 2,752 કરોડનો ઓર્ડર મળ્યો છે.

તેની સાથે જ તેમણે કહ્યું કે, અમારા YTD ઓર્ડર ઈન્ફ્લોએ 7,400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી દીધો છે. 

મજબૂત ઓર્ડર બુક, ઉત્પાદન ક્ષમતા, એક્ઝિક્યુશન ક્ષમતા અને ટેન્ડર પાઇપલાઇન સાથે, આગામી ક્વાર્ટર્સમાં અમારી પાસે સારી વૃદ્ધિની સંભાવનાઓ છે.

ગયા મહિને, ટ્રાન્સરેલ લાઇટિંગે જણાવ્યું હતું કે તે વધતી માંગને પહોંચી વળવા માટે એક નવા ઉત્પાદન એકમની યોજના બનાવી રહી છે.

ગુરુવારે કંપનીનો શેર 3.39 ટકાના ઘટાડા સાથે રૂ.486 પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 12.20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.