કર્ક રાશિમાં ત્રિગ્રહી યોગ, ચમકશે આ જાતકોની કિસ્મત

કર્ક રાશિમાં સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય રાજયોગ રચાયો છે.

18 જુલાઈએ કર્ક રાશિમાં ચંદ્રના આગમનને કારણે ત્રિગ્રહી યોગ રચાયો છે.

4 રાશિના લોકોને 25મી જુલાઈ સુધી બુધાદિત્ય રાજયોગથી ઘણા લાભ મળી શકે છે.

મેષઃ આ રાશિના લોકો માટે 24મી જુલાઈ સુધી સારા દિવસો રહેશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે, આર્થિક બાજુ મજબૂત થશે.

તમારી યશ અને કીર્તિમાં વધારો થશે. વિવાહિત જીવન સુખદ રહેશે. મિત્રો સાથે આનંદ થશે. વેપારી વર્ગને ધનલાભની તક મળશે.

કર્કઃ ધનલાભ થઇ શકે છે, રોકાણ ભવિષ્યમાં સારું વળતર આપી શકે છે. જે લોકો વિદેશ જવાના સપના જોઈ રહ્યા છે, તેમના પ્રયાસો સફળ થશે.

વૃશ્ચિકઃ બુધ અને સૂર્યનો સંયોગ તમને ધનવાન બનાવી શકે છે. જૂના અટકેલા પૈસા મળવાની સંભાવના છે.

નોકરીયાત લોકો માટે દિવસ સારો છે. વેપાર કરનારાઓને ફાયદો થશે. સ્વાસ્થ્ય લાભ માટે સમય યોગ્ય છે.

મકરઃ  કરિયર માટે આ સમય સારો સાબિત થઈ શકે છે. તમે જે પણ કામ હાથમાં લેશો તે સફળ થઈ શકે છે.

વ્યક્તિને દેવાથી મુક્તિ મળી શકે છે. તમારી હિંમત અને શક્તિ વધશે, વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)