ટ્રેન જેવા ટ્રકો રસ્તા પર દોડશે, જાણો શું છે સરકારની યોજના?

થોડા સમય પછી, તમે હાઇવે પર આવી ટ્રકો જોઈ શકો છો, જેમાં ડ્રાઇવરની કેબિન અને પાછળનો ભાગ અલગ હોય છે. તેનો અર્થ એ કે ટ્રકને એન્જિન અને માલગાડી જેવા બે ભાગમાં બનાવી શકાય છે.

આમાં, એક ભાગ ડ્રાઇવરની કેબિન હશે અને પાછળનો ભાગ મુખ્ય ભાગ હશે. વિદેશોમાં પણ આ પ્રકારના જ ટ્રકો દોડે છે.

ડ્રાઈવર તેની જરૂરિયાત મુજબ પાછળનો ભાગ બદલી શકે છે. અહીં પણ હાલમાં ટ્રેલરો માત્ર કન્ટેનર લઈ જવા માટે જ ચાલે છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તમામ કેટેગરીની ટ્રકોનું એક જ પ્રકારે ઉત્પાદન કરવાની તૈયારી કરી રહ્યું છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

હાલ સમગ્ર ટ્રક એક ભાગમાં છે. જેના કારણે ડ્રાઇવરોની કેબિન આરામદાયક બની રહી નથી. જેમાં 12 થી 18 કલાક સુધી ટ્રક ચલાવતા ડ્રાઇવરોને ઠંડી, ગરમી કે વરસાદ દરેક હવામાનનો સામનો કરવો પડે છે.

ટ્રક ડ્રાઈવરોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મંત્રાલય ડ્રાઈવરોની કેબિનોને એસી અને અન્ય સુવિધાઓથી સજ્જ કરવા જઈ રહ્યું છે.

નવા નિયમ હેઠળ, ટ્રક મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ ટ્રકની કેબિનમાં એર કંડિશનર સિસ્ટમ આપવાની જરૂર પડશે.

આ નિયમ 1 ઓક્ટોબર, 2025થી લાગુ કરવામાં આવશે. નોટિફિકેશનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે 1 ઓક્ટોબર, 2025ના રોજ અથવા તે પછી ઉત્પાદિત હેવી ગુડ્સ વ્હીકલ (N2 અને N3 કેટેગરી) ટ્રકની કેબિનમાં એર કન્ડીશનીંગ સિસ્ટમ લગાવવામાં આવશે.

હાલમાં ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી છે અને દક્ષિણમાં ગરમી છે. મંત્રાલયના આ નિર્ણયથી ટ્રક ચાલકોનું જીવન વધુ સારું બનશે. કાચ બંધ હોવાને કારણે વાહનચાલકને પ્રદૂષણની અસર નહીં થાય, તે સ્વસ્થ રહેશે. ઠંડા કેબિનને કારણે કોઈ ચીડિયાપણું નહીં આવે. તેનાથી અકસ્માતની શક્યતા પણ ઘટી જશે.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.