વડોદરા જાઓ એટલે આ ટોપ 5 ગુજરાતી સ્વાદિષ્ટ વાનગીની લહેજત જરૂરથી માણજો

ગુજરાતની સંસ્કારી નગરી ગણાતું સ્થળ વડોદરામાં ઘણા જોવા લાયક સ્થળો છે. 

ખાંડવી: રાઈનો વઘાર કરવામાં આવતી વાનગી ચણાના લોટમાંથી બનાવામાં આવે છે, જે ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ હોય છે.

સેવ ઉસળ: વડોદરા જાઓ અને સેવ ઉસળ ન ખાઓ એવું કેમ બને! 

સેવ ઉસળ અહીંનું  ફેમસ સ્ટ્રીટ ફૂડ છે, જેમાં ચણાની ગ્રેવી વાળી સબ્જી હોય છે. આમાં  ડુંગળી અને જાડી સેવ નાખીને ખાવામાં આવે છે. સેવ ઉસળ પાઉં સાથે પીરસવામાં આવે છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

લીલો ચેવડો: વડોદરાનું ફરસાણ તેના યુનિક ટેસ્ટ માટે જાણીતું છે,  જેમાં એક છે 'લીલો ચેવડો'. આ ચેવડો થોડો ભીનો અને ક્રિસ્પી હોય છે અને તેમાં તલ અને સૂકી દ્રાક્ષનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે.

ભાખરવડી: ભાખરવડી એ ટ્રેડિશનલ ક્રિસ્પી, ડીપ-ફ્રાઈડ અને મસાલેદાર ફરસાણ છે. વડોદરાની ભાકરવાડી સંભાળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. 

રાજસ્થાની કુલ્ફી: વડોદરા માત્ર સ્પાઈસી ફૂડ માટે નહીં, પરંતુ આ શહેર તેના ડેઝર્ટમાં માટે પણ ઓળખાય છે. ગરમીમાં ઠંડકની ફીલ આપતી એવી રાજસ્થાની કુલ્ફી તેના ક્રીમી ટેક્સ્ચર માટે જાણીતી છે. 

ટમટમ ખમણ: મોઢામાં પાણી લાવી દે તેવા લાલ ચટાકેદાર ટમટમ ખમણ આંખોમાં પાણી લાવી દે છે. આ એક સ્પાઈસી વાનગી છે. વડોદરાના ટમટમ ખમણ ખૂબ જ પ્રખ્યાત છે.

જો તમે વડોદરા આવો તો એકવાર આ બધી વાનગી અવશ્ય ટ્રાય કરજો.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...