Producer: Priyanka Das Editor: Nisha Dubey
તુલસીના પાન ઠંડીમાં ફાયદારૂપ છે, કફ અને ગળાની તકલીફમાં રાહત મળશે. એક ચમચી તુલસીના પત્તામાં એક ચમચી મધ ભેળવીને લેવું.
ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી ફાયદા થાય છે. તેનાથી બળતરા, હતાશા અને ઓક્સિડેટીવ તણાવમાં રાહત મળશે.
તુલસીના પત્તાની ચા પણ બનાવી શકાય, જેને પાણી કે દૂધ સાથે બનાવી શકાય છે. જેના માટે અડધો કપ પાણી/દૂધમાં 6-7 તુલસીના પાન નાખીને ગરમ કરવું.
તુલસીના પાન સૂકવીને પછી તેને ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી તેમાં રહેલા ગુણકારી તત્વોથી ફાયદો થશે. જેનાથી શરીરમાં સ્ફૂર્તી આવશે.
પેટનો દુખાવો, ગળાની ખરાશ વેગેરમાં તુલસીનો જ્યુસ ફાયદારુપ બને છે. તુલસીના 10-15 પાન ક્રશ કરીને તેનો જ્યુસ કાઢી લેવો અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને પીવું.