1 લાખના બનાવી દીધા 2.5 કરોડ, તમે ખરીદ્યો કે નહીં આ શેર?

ઘરેલૂ શેરબજારમાં ઘણા રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન મળ્યું છે. આમાં કેટલાક તો એવા મલ્ટીબેગર છે, જે એક સમયે પેની શેર હતા. 

આવો જ એક શેર છે લોયડ મેટલ્સ એન્ડ એનર્જી લિમિટેડ. જેણે 5 વર્ષમાં 27,000 ટકાથી પણ વધારે રિટર્ન આપ્યું છે. 

24 એપ્રિલ 2020ના રોજ આ શેર 4.39 રૂપિયાનો હતો અને આજે તેની કિંમત 1,190 રૂપિયા થઈ ગઈ છે. 

જો કોઈએ 24 એપ્રિલ 2020ના રોજ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હશે અને આજ સુધી રોકાણ યથાવત રાખ્યું હશે, તો તેને 2.65 લાખ રૂપિયા મળ્યા હશે. 

જો કે, આ વર્ષે તેના શેર 5 ટકાથી વધારે ઘટ્યા છે, પરંતુ 6 મહિનામાં તેણે 58.34 ટકાનું રિટર્ન આપ્યું છે. 1 વર્ષમાં શેરે 106 ટકા રિટર્ન આપ્યું છે. 

કંપનીના ઓપરેશનલ રેવન્યૂમાં વાર્ષિક આધાર પર 12.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

જો કે, નેટ પ્રોફિટમાં 17 ટકાની વાર્ષિક વૃદ્ધિ જોવા મળી છે, જે 332 કરોડથી વધારી વધીને 389 કરોડ પર પહોંચી ગયો છે. 

લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી લિમિટેડ આયર્ન ઓર માઇનિંગ, સ્પોન્જ આયર્ન ઉત્પાદન અને વીજ ઉત્પાદનમાં નિષ્ણાત છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.