કપડાં ધોઈને ઊભી કરી 12,000 કરોડની કંપની

બધા જાણે છે કે એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. પરંતુ, જો તમને પૂછવામાં આવે કે યુપી એટલે કે ઉત્તર પ્રદેશનો સૌથી ધનિક વ્યક્તિ કોણ છે, તો તેનો જવાબ ભાગ્યે જ કોઈને ખબર હશે.

અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તેના ઉત્પાદનોનો ઉપયોગ આજે દરેક ઘરમાં વપરાય છે. એટલું જ નહીં, આ પ્રોડક્ટ તેના સેગમેન્ટમાં દેશની બીજી સૌથી મોટી બ્રાન્ડ પણ બની ગઈ છે.

અમે વાત કરી રહ્યા છીએ મુરલી ધર જ્ઞાનચંદાનીની, જેઓ યુપીના ઔદ્યોગિક શહેર કાનપુરના રહેવાસી છે.

MORE  NEWS...

4-4 દિગ્ગજ બ્રોકરેજે કરી ભવિષ્યવાણી, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી કરવી હોય તો ખરીદી લો ટાટાનો શેર

નવા વર્ષે ઘરમાં લગાવી દો રૂપિયા છાપવાનું મશીન, સાવ ઓછા ખર્ચે દર મહિને થશે 1 લાખની કમાણી

ઈતિહાસ રચવા આવી રહ્યો છે Tataનો ‘લોખંડી’ IPO, લોન્ચિંગ તારીખ થઈ ગઈ જાહેર

હુરુન રિચ લિસ્ટ અનુસાર તેમની ગણના યુપીના સૌથી અમીર વ્યક્તિમાં થાય છે.

મુરલી ધર રોહિત સર્ફેક્ટન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (RSPL) ગ્રુપના માલિક છે. આ કંપનીની સ્થાપના 22 જૂન, 1988ના રોજ થઈ હતી. કંપની કપડા ધોવાનો સાબુ અને ડિટર્જેન્ટ બનાવે છે. 

હુરુન દ્વારા વર્ષ 2022માં જાહેર કરવામાં આવેલી અમીર યાદી અનુસાર મુરલી ધર પાસે લગભગ 12 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તે દેશના 149મા સૌથી અમીર વ્યક્તિ છે.

જો કે મુરલી ધરની કંપનીએ ઘણી પ્રોડક્ટ્સ બનાવી, પરંતુ એક પ્રોડક્ટે તેમનું નામ ઘર-ઘરમાં જાણીતું કરી દીધું. આ ઉત્પાદન ઘડી ડિટર્જન્ટ પાવડર છે.

ઘડી સિવાય મુરલી ધરની બીજી મોટી બ્રાન્ડ છે, જેને આખા દેશમાં પસંદ કરવામાં આવે છે. તેમની પાસે જૂતા બનાવતી કંપની રેડ ચીફની જવાબદારી પણ છે, જેની પ્રોડક્ટ્સ માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ પસંદ કરવામાં આવે છે.

MORE  NEWS...

દિવાળીના શુભ અવસરે રોકાણકારોને 17 બોનસ શેર આપશે IT કંપની, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ ફાઈનલ

1 શેર પર 75 રૂપિયા ડિવિડન્ડ જોઈતું હોય તો દિવાળીએ ખરીદી લો આ શેર, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ જાહેર

ધનતેરસ કે દિવાળી પર સોનું ખરીદવું હોય તો અહીં પહોંચી જાવ, 25 ટકા ડિસ્કાઉન્ટની સાથે સોનાનો સિક્કો ફ્રીમાં મળશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.