UPIથી શેરબજારમાં કરી શકાશે રોકાણ, જાણો કેવી રીતે?

નેશનલ સ્ટોક એક્સચેન્જે નવા વર્ષના મોકા પર એક નવી ઉપલબ્ધિ હાંસિલ કરી છે. એક્સચેન્જે સેકન્ડરી માર્કેટ માટે સફળતાપૂર્વક એક ટ્રેડિંગ સિસ્ટમ લોન્ચ કરી છે, જેને બ્લોક સિસ્ટમના નામથી ઓળખવામાં આવે છે. 

રોકાણકારોને વધારે સુરક્ષિત અને સુવિધાજનક ટ્રેડિંગ વાતાવરણ પ્રદાન કરવા માટેના ઉદ્દેશથી આ સિસ્ટમને બનાવવામાં આવી છે. 

NSEએ એક નિવેદનમાં કહ્યું કે, ‘સેકન્ડરી માર્કેટમાં બ્લોક સિસ્ટમ દ્વારા ટ્રેડિંગના બીડા વર્ઝનને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ ભારતીય કેપિટલ માર્કેટની ટેકનોલોજી પ્રગતિમાં મહત્વની છલાંગ છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

NPCIએ કહ્યું કે, આ સુવિધા શેરબજારમાં કારોબાર માટે રોકાણકારોના ખાતામાં એક નક્કી રકમ બ્લોક કરી દેશે. જેનાથી ડેબિટ ટ્રાન્ઝેક્શન કરી શકાશે.  

આ પાયલટ ચરણમાં, રોકાણકારો તેમના બેંક ખાતામાં રૂપિયાને બ્લોક કરવામાં સક્ષમ હસે અને તેને ટ્રેડ સેટલમેન્ટ દરમિયાન ક્લીયરિંગ હાઉસો તરફથી ડેબિટ કરી દેવામાં આવશે. આ ટ્રેડને ટી+1 સેટલમેન્ટ સિસ્ટમ હેઠળ પતાવવામાં આવશે.

હાલ આ સુવિધાને પાયલટ આધાર પર લોન્ચ કરવામાં આવી છે અને તેને સેબી તેમજ રિઝર્વ બેંક તરફથી મંજૂરી મળી ગઈ છે. આ સુવિધા યૂપીઆઈ એપ પર ઉપલબ્ધ હશે. 

આમાં ભીમ (BHIM), ગ્રો (Groww) અને યસ પે નેક્સટ પણ સામેલ છે. આમાં ગ્રો એક બ્રોકરેજ એપ છે. HDFC Bank અને ICICI બેંક ગ્રાહકો જ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.