નાળિયેર તેલ: ઘણી વખત ઠંડી હવાને કારણે હોઠ સુકાઈ જાય છે અને ફાટી જાય છે
નાળિયેર તેલનો ઉપયોગ ફાટેલા હોઠને સ્વસ્થ રાખવા અને ગુલાબી હોઠની ચમતક માટે ફાયદાકારક છે.
ડેડ સ્કિનઃ હોઠની ડેડ સ્કિનને દૂર કરવા માટે સૌથી પહેલા ટામેટાના પલ્પમાં ખાંડ મિક્સ કરીને હોઠને સ્ક્રબ કરો.
આ પછી હોઠ પર નારિયેળ તેલના થોડા ટીપાં લગાવો અને થોડીવાર મસાજ કરો. પછી પાણીથી ધોઈ લો.
એક પેનમાં કોકો બટરનો નાનો ટુકડો નાખીને ગરમ કરો. જ્યારે તે પીગળી જાય ત્યારે તેમાં બે ચમચી નારિયેળ તેલ ઉમેરીને લિપ બામ બનાવો. દરરોજ રાત્રે સૂતા પહેલા તેને તમારા હોઠ પર લગાવો
એક ચમચી ઓલિવ તેલમાં એક ચમચી નારિયેળનું તેલ મિક્સ કરો. રાત્રે સૂતા પહેલા તેને હોઠ પર લગાવો.
આ રીતે હોઠ પર નારિયેળનું તેલ લગાવવાથી હોઠ કોમળ બનશે અને હોઠ ચમકદાર રહેશે.