આ રીતે કરો કપાસની ખેતી, થશે બમણી કમાણી!

આધુનિક સમયમાં ખેડૂતો પણ મોર્ડન ખેતી તરફ વળ્યાં છે. 

ખેતીમાં અવનવા પ્રયોગો કરી તેઓ વધારે ઉત્પાદન મેળવી રહ્યા છે. 

મહેસાણાના ખેડૂતો મોટાભાગે રોકડિયા પાકની ખેતી કરે છે. 

જેમાં દિવેલા, કપાસ, રાયડાની ખેતી સૌથી વધુ કરવામાં આવે છે.

રોકડિયા પાકમાં સારુ ઉત્પાદન મળે તેથી ખેડૂતે કપાસમાં ડ્રિપ સિસ્ટમ અને મલચિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો.

મહેસાણાનાં છઠીયારડાના 51 વર્ષીય ખેડૂત બહેલીમ મનસુખ ખાન છેલ્લા ઘણાં વર્ષોથી ખેતી કરે છે.

ખેડૂત પહેલાં રાસાયણિક ખેતી કરતાં પરંતુ, છેલ્લા 4 વર્ષથી તેઓ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

ખેડૂત પોતાની 3 વીઘા જમીનમાં મુખ્યત્વે ઘઉં,બાજરી,રજકો અને કપાસ પાકની ખેતી કરે છે.

ખેતીમાં ઉત્પાદન વધુ મળે તે હેતુથી પાકમાં સિંચાઈ માટે ટપક પદ્ધતિ અપનાવી છે.

ખેડૂતે ખેતીમાં વધુ ઉત્પાદન માટે અલગ અલગ પદ્ધતિ અપનાવી હતી.

તેઓએ એક જ પાકની ખેતીમાં ત્રણ રીત અપનાવી હતી.

તેઓએ એક ભાગમાં એકલું ડ્રિપ સિસ્ટમ સાથે કપાસ 

અને બીજા ભાગમાં ડ્રીપ અને મલ્ચીંગ અને ત્રીજા ભાગમાં મલચિંગ,ડ્રીપ અને વર્મિકમ્પોસ્ટ સાથે કપાસનું વાવેતર કર્યું હતું. 

જેમાં સારો ગ્રોથ મલચિંગ,ડ્રીપ અને વર્મિકમ્પોસ્ટ વાળા ભાગમાં જોવા મળ્યું.

સૌથી ઓછો ગ્રોથ એકલી ડ્રીપ વાળા કપાસમાં જોવા મળ્યો હતો.

પ્રાકૃતિક ખાતર અને મલચિંગ (આચ્છાદન)થી છોડનો વિકાસ ઝડપી થાય છે.

જેથી તેની ગુણવતા અને ઉત્પાદનમાં વધારો થઈ શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો