આ મહિલાએ ખેતીથી કરી લાખોની કમાણી
હવે મહિલાઓ પણ વધુને વધુ કૃષિ ક્ષેત્રે જોડાઈ રહી છે.
બિહારમાં મોટી સંખ્યામાં મહિલાઓ કૃષિમાં જોડાઈ રહી છે અને સજીવ ખેતી કરી રહી છે.
ઉષા દેવી એ મહિલાઓમાંથી એક છે. ઉષા ઓર્ગેનિક ખેતી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
તેણીએ એવો પણ દાવો કર્યો છે કે, તેને રાસાયણિક ખેતીથી થતી સમસ્યાઓમાંથી રાહત મળી છે.
ઉષા દેવી ઓર્ગેનિક રીતે અનેક પ્રકારની શાકભાજીની ખેતી કરે છે.
જેમાં મુખ્યત્વે ભીંડા, પરવલ, કોળું, લીલા મરચા વગેરે છે. તેની ખેતી કરીને તેઓ નફો પણ મેળવી રહ્યા છે.
બે દિવસમાં લગભગ 40 કિલો પરવલ વેચાય છે.
આ ઉપરાંત અન્ય શાકભાજી પણ રોજેરોજ વેચાય છે.
ઉષા દેવીએ જણાવ્યું કે, તે માત્ર શાકભાજીની ખેતીથી વાર્ષિક 2.5 લાખ રૂપિયા કમાય છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...