આ રીતે થયો વડાપાંઉનો જન્મ

મુંબઈ અને વડાપાંઉનો સંબંધ તો આખી દુનિયા જાણે છે. 

હાલ, વડાપાંઉ ગલીએ ગલીએ પહોંચી ગયું છે. 

પરંતુ, શું તમે જાણો છો કે, પહેલીવાર વડાપાંઉ કેવી રીતે બન્યું?

વડાપાંઉની શરુઆત 1978માં અશોક વૈદ્ય નામના વ્યક્તિએ કરી હતી.

દાદર સ્ટેશનની બહાર તેનો ફૂડ સ્ટોલ હતો. ત્યારે તેમણે બટાકાની ભાજી અને રોટલીની બદલે બટાકાની ભાજી બનાવી.

તેને ચણાના લોટમાં ડુબાડીને વડા તૈયાર કર્યા હતાં અને રોટલીની બદલે પાંઉ આપવાનું શરુ કર્યું. 

તે દરમિયાન વડાપાંઉ ધીમે-ધીમે પ્રખ્યાત થયાં. કારણકે, તે લોકોને સસ્તું અને પેટ ભરી શકે તેવું હતું.

80 ના દાયકામાં, ઘણા લોકો વડાપાવને આજીવિકાના સાધન તરીકે જોતા હતા, કારણ કે મુંબઈમાં મિલો બંધ હતી. 

તે સમયગાળા દરમિયાન, સમય અને પૈસાના અભાવને કારણે, લોકોને પૂરતું ભોજન મળી શકતુ ન હતું.

મિલ બંધ હતી અને આજીવિકા નહતી તેથી તેમણે આ ખોરાકનો જ ધંધો કરવાનું શરુ કર્યુ.

તેથી, અશોક વૈદ્યએ ઓછા ખર્ચે પેટ ભરવા ખોરાક બનાવવાનું નક્કી કર્યું અને વડાપાંઉની શોધ કરી હતી. 

શરુઆતમાં વડાપાંઉ પામોલીન તેલમાં બનતા હતાં, બાદમાં તે નારિયેળ તેલમાં બનાવવા લાગ્યાં.

આ વડાપાંઉ 1978માં 25 પૈસામાં વેચવામાં આવતુ હતું. હાલ, તેની કિંમત 30 રુપિયા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો