તમારા ઘરના બધા ખૂણાને આ લીલા છોડથી સુંદર રીતે સજાવી શકો છો.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલાક ઇન્ડોર પ્લાન્ટ ઘરમાં ગુડલક, સુખ-સમૃદ્ધિ લાવે છે
મની પ્લાન્ટ
આ પ્લાન્ટને સંપત્તિ ચુંબક માનવામાં આવે છે. તેને બેડની જમણી કે ડાબી બાજુએ રાખી શકાય છે. આ શ્રેષ્ઠ હવા શુદ્ધિકરણ હાઉસ પ્લાન્ટમાંથી એક છે.
બામ્બુ પ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ છોડથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે, તેમજ ફેંગશુઈ મુજબ, આ ઘરમાં ગુડલક અને સમૃદ્ધિ લાવે છે.
પીસ લીલી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ છોડથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે તેમજ સુખ સમૃદ્ધિનો સંચાર કરે છે.
લીલી પ્લાન્ટ
લીલી ખુશી, શાંતિ અને સંવાદિતાનું પ્રતીક છે. આ છોડને બેડરૂમમાં રાખવાથી તમારા બાળકોને ખરાબ સપના આવતા નથી.
સ્નેક પ્લાન્ટ
વાસ્તુ અનુસાર, આ છોડથી ઘરમાં સકારાત્મકતા આવે છે. આ છોડ રૂમમાં ઓક્સિજન ખેંચીને વાતાવરણને શુદ્ધ બનાવે છે.
જાસ્મીન પ્લાન્ટ
આ છોડ પોતાની સુગંધ માટે જાણીતો છે. આ છોડ બેડરૂમમાં રાખવાથી તમને આ રાત્રે સારી ઊંઘ લેવામાં મદદ કરશે.
લેવેન્ડર પ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ શુદ્ધતાનું પ્રતીક છે, આની સુગંધ આંતરિક શાંતિ વધારે છે. આ છોડ રિલેક્ષ વાતાવરણ જણાવવા માટે પણ જાણીતું છે, આ બેડરૂમ માટે બેસ્ટ છે