ઘરમાં રાખો આ પશુ-પક્ષીઓની મૂર્તિ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
હિન્દુ ધર્મમાં પશુ પક્ષીઓનો સબંધ કોઈના કોઈ દેવો અથવા દેવતા સાથે હોય છે.
આ પ્રકારે વાસ્તુમાં ઘણા પશુઓને ધનનું પ્રતીક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે પશુઓની મૂર્તિને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બનેલી રહે છે. તો ચાલો જાણીએ જ્યોતિષચાર્ય પાસે આ પશુઓ અંગે.
ઘુવડ: માતા લક્ષ્મીના વાહન ઘુવડની મૂર્તિ ઘરની પૂર્વ દિશામાં રાખવી જોઈએ. એને રાખવાથી ધન સબંધિત મુશ્કેલીઓ દૂર થશે. એ ઉપરાંત માતા લક્ષ્મીને ઘુવડ ખુબ પ્રિય છે.
MORE
NEWS...
500 વર્ષ બાદ દિવાળી પર બની રહ્યા એકસાથે ત્રણ રાજયોગ, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ
મેષ રાશિમાં 28 ઓક્ટોબરે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, આ જાતકો પર માતા લક્ષ્મી રહેશે મહેરબાન
100 વર્ષ બાદ સહિત બની રહ્યા ત્રણ રાજયોગ, આ રાશિઓ પર મહેરબાન થશે શનિ
હાથી: ઘર પર હાથીની મૂર્તિને રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત અહીં ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. હાથીની મૂર્તિ ઘરની વચ્ચે રાખવાથી પારિવારિક સબંધ પણ સારા રહેશે.
માછલી: માછલીને ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર માનવામાં આવે છે. આ કારણે આ ઘરમાં રાખવું ખુબ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તમે આ મૂર્તિને પૂર્વ દિશામાં રાખી શકો છો.
કાચબો: ભગવાન વિષ્ણુ પ્રતીક મનાતું પશુ કાચબો ધનને આકર્ષિત કરે છે. માનવામાં આવે છે કે કાચબાની મૂર્તિ પૂજા ઘરમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. એ ઉપરાંત આ વાસ્તુ દોષ દૂર થાય છે.
ગાય: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગાયની મૂર્તિ ઘરની તિજોરી અથવા મંદિરમાં રાખવી જોઈએ. આ ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવામાં મદદ કરે છે. એ ઉપરાંત ધનમાં ક્યારેય કમી નહિ આવે.
ઊંટ: ઊંટની મૂર્તિ ઘરમાં રાખવી ખુબ શુભ માનવામાં આવે છે. એને તમે ડ્રોઈંગ રૂમમાં રાખી શકાય છે. એનાથી માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે અને તમામ બાધા દૂર થાય છે.
હંસ: હંસની મૂર્તિ ઘરે રાખવાથી જીવનમાં ખુશાલી બની રહે છે. માતા સરસ્વતીનું વાહન હોવાના કારણે ધન અને જ્ઞાન પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)
MORE
NEWS...
500 વર્ષ બાદ દિવાળી પર બની રહ્યા એકસાથે ત્રણ રાજયોગ, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ