ગણીને રોટલી બનાવનાર જાણી લો આ નિયમ, નહીંતર....

રસોડાને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. જ્યાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. 

વાસ્તુ શાસ્ત્રમાં રોટલી સાથે જોડાયેલા અમુક નિયમ છે. 

હંમેશા મહિલાઓ રોટલી બનાવતા પહેલાં ગણે છે કે, કોણ કેટલી રોટલી ખાશે.

જોકે, વાસ્તુ શાસ્ત્રમાં આવું કરવું યોગ્ય નથી માનવામાં આવતું. 

MORE  NEWS...

દૈત્યોના ગુરુ શુક્ર કરશે સૂર્યની રાશિમાં પ્રવેશ, આ જાતકોનું ખુલશે ભાગ્ય, ધન-ધાન્યમાં થશે વધારો

વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગણીને રોટલી બનાવવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે. 

ઘઉંનો સંબંધ સૂર્ય દેવ સાથે હોય છે. જો તમે રોટલી ગણીને બનાવશો તો સૂર્ય દેવનું અપમાન થાય છે. 

જે ઘરમાં ગણીને રોટલી બનાવવામાં આવે છે, તે લોકોના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

એટલું જ નહીં, ઘરમાં સુખ-શાંતિ પણ સ્થાપિત નથી થતી. 

જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે, રોટલી ગણીને બનાવવાનું કારણે ઘરમાં અન્નની કમી પણ હોય છે.

હકીકતમાં આવું કરવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. 

રોટલી ગણીને બનાવવાની ભૂલથી ઘરમાં ધનની હાનિનું જોખમ રહે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

દૈત્યોના ગુરુ શુક્ર કરશે સૂર્યની રાશિમાં પ્રવેશ, આ જાતકોનું ખુલશે ભાગ્ય, ધન-ધાન્યમાં થશે વધારો