ઘરમાં ન લગાવતા આ અશુભ પ્લાન્ટ, તૂટી પડશે આફતોના પહાડ!
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં અમુક છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર બનેલો રહે છે.
તો ચાલો જાણીએ કે, એ કયા છોડ છે જેને ઘરમાં ન લગાવવા જોઈએ.
વાસ્તુ અનુસાર ઘરમાં કેક્ટસનો છોડ લગાવવાનું ચલણ વધ્યું છે અને લોકો તેને સજાવટ માટે ઘરમાં લગાવે છે, પરંતુ ઘરમાં તેને લગાવવાનું ટાળવું જોઈએ.
ઘરમાં કેક્ટસનો છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે અને પરિવારમાં વિખવાદ પણ વધે છે.
ઘરમાં આ છોડ લગાવવાથી પરિવારના લોકોની પ્રગતિ અટકી જાય છે અને જીવનમાં અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
વાસ્તુ અનુસાર, ઘરમાં આમલીનો છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને એનાથી આર્થિક તંગી પણ વધે છે.
ઘરમાં આમલી છોડ લગાવવાથી બચવું જોઈએ. એનાથી ઘરમાં પરેશાનીઓ આવે છે અને તણાવ પેદા થાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં તુલસી અથવા મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે. એનાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.