વાસ્તુ ટિપ્સ: તુલસીનો છોડ મૂકવાની આ છે સાચી દિશા
તુલસીનો છોડ મોટાભાગના ભારતીય ઘરોમાં જોવા મળે છે કારણ કે તે હિન્દુઓ માટે ધાર્મિક મહત્વ ધરાવે છે.
તુલસીના છોડને જડીબુટ્ટીઓની રાણી તરીકે ઓળખવામાં આવે છે.
તુલસી ઓષધીય ગુણોનો ખજાનો છે જે તમને શરદી અને ખાંસી જેવી મોસમી બિમારીઓથી સુરક્ષિત રાખી શકે છે.
વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
તુલસીના છોડ માટે શ્રેષ્ઠ સ્થાન પૂર્વમાં છે, તેને તમે બાલ્કનીમાં અથવા ઉત્તર-પૂર્વ દિશામાં બારીની નજીક પણ મૂકી શકો છો.
તુલસીના છોડ પાસે સાવરણી, જૂતા કે ડસ્ટબીન જેવી વસ્તુઓ ન મુકવી જોઇએ.
તુલસીના છોડની નજીક થોર જેવા કાંટાળા છોડ ના રાખો. તેના બદલે, તેની આસપાસ ફૂલોવાળા છોડ મૂકો.
તુલસીને પવિત્ર માનવામાં આવતી હોવાથી તેને સીધી જમીન પર ના મૂકવી જોઈએ.
શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરવા માટે છોડને હંમેશાં એક, ત્રણ અથવા પાંચ જેવી એકી સંખ્યામાં રાખો.
હિન્દુ પરંપરાઓ અને વાસ્તુ નિયમો અનુસાર સૂર્યાસ્ત પછી તુલસીના પાન ન તોડવા જોઈએ.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)