આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, તો એક કાંચના વાટકામાં 7 ચમચી મીઠું નાખો અને 7 લવિંગ નાખી ઘરના એક ખૂણામાં રાખી લો, જ્યાં કોઈની નજર ન પડે. આનાથી આવક વધશે.
પરિવારની કોઈ વ્યક્તિ ટેંશન અને ડિપ્રેશનમાં છે, તો સવારે નાહતી સમયે પાણીમાં એક ચમકી મીઠું નાખી લો. વાસ્તુ અનુસાર, આનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને તણાવ દૂર થશે.
પરિવારના સભ્યો સાથે લડાઈ ઝગડા થતા હોય તો, એમણે ઘરમાં મીઠાના પાણીનું પોતું લગાવવું જોઈએ. મીઠું, સિંધવ મીઠું અને સાદું મીઠું ભેળવી પોતું લગાવો
આ ઉપાયને રોજ કરવાથી ઘરમાં ઝગડા ધીરે-ધીરે દૂર થાય છે. મંગળવાર અને શનિવારે આ ઉપાય કરવાથી વિશેષ લાભ થાય છે.
જો તમારા પરિવારનો કોઈ સભ્ય વારંવાર બીમાર રહે છે. તો તેના પલંગ પાસે કાચની બોટલમાં મીઠું ભરીને રાખો અને દર મહિને તેને બદલતા રહો.
વાસ્તુશાસ્ત્ર કહે છે કે આવું કરવાથી બીમાર વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે. જ્યાં સુધી વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી આ કરવાનું રહેશે.
પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હોય તો, બેડરૂમના એક ખૂણામાં રોક સોલ્ટનો ટુકડો રાખો. તેને એક મહિના સુધી ત્યાં રાખો અને દર મહિને તેને બદલતા રહો, જ્યાં સુધી ઘરમાં શાંતિ સ્થાપિત ન થાય.
બીજો ઉપાય છે લાલ કપડામાં મીઠું બાંધીને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો. તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને જીવનમાં ખુશીઓ આવશે.