Black Section Separator

આ 7 વસ્તુઓ કોઇને ક્યારેય ગિફ્ટમાં ન આપતાં, થઇ જશો કંગાળ

કોઇને ગિફ્ટ આપતી વખતે ઘણીવાર લોકો સામેના વ્યક્તિની પસંદનું ધ્યાન રાખે છે.

પરંતુ વાસ્તુ અનુસાર ગિફ્ટમાં કેટલીક વસ્તુઓ આપવી એ ગરીબી લાવવાનો સંકેત હોઇ શકે છે.

ચાલો જાણીએ કઇ વસ્તુઓને ગિફ્ટમાં આપવાથી ગરીબી આવે છે.

ભૂલથી પણ કોઇને ભગવાનની મૂર્તિ ગિફ્ટમાં ન આપો. કારણ કે ઇશ્વરની પ્રતિમા આપવાથી આપનારના ઘર પર ખરાબ અસર પડે છે.

જો સામેનો વ્યક્તિ તમારી આપેલી ગિફ્ટનું સન્માન કરે તો તેને જરૂરથી ઇશ્વરની પ્રતિમા આપી શકો છો.

MORE  NEWS...

નક્ષત્ર પરિવર્તન કરતાં જ શનિદેવ થયા મહેરબાન, આ 4 રાશિઓ 2024ના અંત સુધી કરશે મોજ

રચાયો શશ અને માલવ્ય રાજયોગ, આ રાશિઓ પર રહેશે શુક્ર અને શનિ દેવની કૃપા

ઘણીવાર લોકો ગિફ્ટમાં પર્સ કે બેગ આપે છે પરંતુ કોઇને પણ ગિફ્ટમાં પૈસા સંબંધિત વસ્તુઓ, જેવી કે પર્સ કે બેગ ન આપો. તેનાથી આર્થિક સમસ્યા આવી શકે છે.

આજકાલ માર્કેટમાં પાણીથી બનેલી ઘણી વસ્તુઓ મળવા લાગી છે, જેમ કે વોટર ફાઉન્ટેન, ડેકોરેટિવ આઇટમ્સ, એક્વેરિયમ વગેરે.

કહેવામાં આવે છે કે પાણીવાળી વસ્તુ ગિફ્ટમાં આપવાથી તમારુ ભાગ્ય સામેના વ્યક્તિ પાસે ચાલ્યું જાય છે.

કોઇ પ્રિય વ્યક્તિને રૂમાલ ગિફ્ટ ન કરો. આવું કરવાથી સંબંધોમાં કડવાશ આવે છે અને ધન હાનિનો યોગ પણ બને છે.

ગિફ્ટમાં ભૂલથી પણ ધારદાર કે અણીદાર વસ્તુ ન આપો. વાસ્તુ અનુસાર તે શુભ માનવામાં નથી આવતું.

ભૂલથી પણ કોઇને જૂતા-ચંપલ ગિફ્ટ ન કરો. ખરેખર, વાસ્તુ પ્રમાણે આ વસ્તુઓ ગિફ્ટ કરવી અશુભ છે. તેનાથી સંબંધો ખરાબ થઇ શકે છે.

આમ તો ઘણા લોકો ગિફ્ટમાં પેન આપે છે, પરંતુ પેન આપની વાસ્તુ પ્રમાણે શુભ નથી. તેનાથી બિઝનેસમાં કે આર્થિક રૂપે હાનિ થઇ શકે છે.

આ ઉપરાંત કાળા કપડા, સાત ઘોડાવાળી તસવીર વગેરે કોઇને ગિફ્ટમાં ન આપો. ચાંદીનો સિક્કો, લાફિંગ બુદ્ધા, માટીની બનેલી વસ્તુ, મોરીપીંછ વગેરે ભેટ આપની શુભ છે.

MORE  NEWS...

100 વર્ષ બાદ ગુરુ અને કેતુએ રચ્યો 'નવપંચમ યોગ', આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ

મોહિની એકાદશીનું વ્રત કરવાથી મળશે હજાર ગાયોના દાનનું પુણ્ય, ધોવાઇ જશે પાપ