આ 5 જગ્યાએ મૂકી દો તુલસીના માંજર, થઇ જશો માલામાલ

વાસ્તુ શાસ્ત્રમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. આ જ રીતે તુલસીના માંજરનું પણ વિશેષ મહત્ત્વ છે.

આ છોડની માંજર તમને માલામાલ કરી શકે છે. તેને ઘરની 5 જગ્યાએ મૂકવાથી ક્યારેય પૈસાની તંગી નથી થતી.

વાસ્તુ અનુસાર, ઘરની ઉત્તર-પૂર્વ દિશા કે ઇશાન ખૂણામાં તુલસીના માંજર મૂકવા શુભ છે. આ દિશામાં માંજર રાખવાથી કુબેર દેવની કૃપા થાય છે અને ધનની કમી નથી રહેતી.

મંદિરને સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક માનવામાં આવે છે. ઘરના મંદિરમાં માંજર રાખવાથી સુખ-સમૃદ્ધિ રહે છે. તેને એક લાલ કપડામાં બાંધીને રાખો.

MORE  NEWS...

જુલાઇમાં રચાશે લક્ષ્મી નારાયણ રાજયોગ, શુક્ર અને બુધ ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય

શું પિતૃઓ તમારાથી નારાજ છે? લાઇફમાં ઘટતી આ 7 ઘટનાઓ આપે છે સંકેત

શુક્ર થયાં ઉદય, હવે શરૂ થશે માંગલિક કાર્યો, 2થી 15 જુલાઇ સુધી 10 વિવાહ મુહૂર્ત

શુક્રવારના દિવસે તુલસીના કેટલાંક માંજર પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી તમારુ ધન બમણું થશે અને ધનની સમસ્યા નહીં થાય.

ધન આગમન માટે તમારા પર્સમાં તુલસીના માંજર રાખી શકો છો. તેનાથી તમારુ પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે.

ઘરની ઉત્તર દિશામાં તુલસીના માંજર રાખવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. આ દિશામાં રાખેલા માંજર સુખ-શાંતિ લાવે છે.

જો તમે પણ ઘરની આ 5 જગ્યાઓ પર તુલસીના માંજર રાખો તો આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તેનાથી નકામા ખર્ચ બંધ થઇ જાય છે અને ધન આગમન થાય છે.

આ જગ્યાઓ પર તુલસીના માંજર રાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરની સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

ઘરમાં આ 5 જગ્યાઓએ તુલસીના માંજર રાખવાથી તમને ક્યારેય ધનની કમી નહીં થાય.

MORE  NEWS...

જુલાઇમાં રચાશે લક્ષ્મી નારાયણ રાજયોગ, શુક્ર અને બુધ ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય

શું પિતૃઓ તમારાથી નારાજ છે? લાઇફમાં ઘટતી આ 7 ઘટનાઓ આપે છે સંકેત

શુક્ર થયાં ઉદય, હવે શરૂ થશે માંગલિક કાર્યો, 2થી 15 જુલાઇ સુધી 10 વિવાહ મુહૂર્ત

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.