વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં 4000 રૂપિયાની શાકાહારી થાળી પીરસાશે, જૂઓ મેનુ

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ભાગ લેવા 9-10 જાન્યુઆરીના રોજ 4 દેશોના રાજ્યોના વડાઓ ગુજરાત આવી રહ્યા છે.

આ પ્રસંગે યુએઈ, ચેક રિપબ્લિક, મોઝામ્બિક રિપબ્લિક, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર-લેસ્ટેના રાજ્યના વડાઓ ગુજરાત આવશે

આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં 32 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા છે

તેમાંથી 18 ભાગીદાર દેશોના ગવર્નરો અને મંત્રીઓ આવશે જ્યારે બાકીના દેશોના પ્રતિનિધિમંડળો ભાગ લેશે

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવનાર તમામ વિદેશી મહેમાનો માટે શાકાહારી થાળી ખાસ તૈયાર કરવામાં આવી છે

ત્રણેય દિવસે તમામ વિદેશી મહેમાનોને માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. તેમાં બાસમતી ચોખાથી લઈને પનીર સુધીની ઘણી વાનગીઓ પીરસવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્રપતિ માટે ખાસ ડિનરનું આયોજન કર્યું છે જેમાં તમામ શાકાહારી વાનગીઓ પણ હાજર છે

નાસ્તામાં ગાંઠિયા, ફાફડા, જલેબી અને ખાખરા પીરસાશે, મહેમાનોને મિલેટ વાનગીઓ ભોજનમાં પીરસવામાં આવશે

વાટીદાળના ખમણ,  ખાંડવી, રાજભોગ શ્રીખંડ, રાગી કુકીસ, વોટર મેલન વિથ મિન્ટ પીરસવામાં આવશે

મેઈન કોર્સની વાત કરીએ તો ત્રિપોલી મિરચી અને આલુ લબાબદાર, બાલ અવધિ, દમ બિરિયાની, આલુ મિરચ કા કુલચા, ફુલકા રોટી, મિલેટ પરાઠા મહેમાનોના આપવામાં આવશે

ડેઝર્ટમાં ચીકુ અને પીસ્તાનો હલવો પીરસવામાં આવશે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન તમામ મહેમાનોને માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. જે શાકાહારી થાળી તૈયાર કરવામાં આવી છે તેની કિંમત અંદાજે 4 હજાર રૂપિયા છે

આ તમામ કાર્યક્રમોનું આયોજન ગુજરાત સરકાર વતી હોટલ લીલા સાથે કરવામાં આવ્યું છે.