અમદાવાદથી 300 કિલોમીટરના અંતરે દુબઈ શહેરનો નજારો!

જામનગરની તહેવાર પ્રિય જનતા માટે આગામી બે મહિના ખૂબ જ ઉત્સવભર્યા રહેવાના છે. 

સાતમ-આઠમથી લઈનમે નાના-મોટા અનેક તહેવારો આગામી દિવસોમાં આવનાર છે.

જોકે, જામનગરની જનતા મોજશોખ માટે જાણીતી છે.

ત્યારે તેમના ઉત્સાહમાં વધારો કરવા માટે એક દુબઈની થીમ પ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ થીમ પાર્કમાં દુબઇની વર્લ્ડ ફેમસ ઇમારતોની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.

જેની સાથે લોકો સેલ્ફી કે ફોટો પડાવી શકે છે. 

જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડમાં એક ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ખાનગી મેળાનું નામ દુબઇ થીમ પાર્ક રાખવામાં આવ્યું છે. 

જેની અંદર દુબઈમાં જે વિશ્વ પ્રખ્યાત ઇમારતો છે જેમ કે બૂર્જ ખલીફા, મ્યૂઝિયમ, લંડનનો બ્રીજ વગેરેની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.

બહારના રાજ્યમાંથી આવેલા છે, જેમણે આ થીમ પાર્ક તૈયાર કરવામાં 15થી 20 દિવસનો સમય લાગ્યો હતો.

જામનગરમાં પહેલીવાર આ પ્રકારના અનોખા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

અહીં ખાસ બાળકોને ધ્યાનમાં રાખી વિવિધ સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

જેમાં સેલ્ફી પોઇન્ટ, ખાણીપીણીના સ્ટોલ, રમકડાના સ્ટોલ વગેરે ઉપલબ્ધ છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો