અમદાવાદની આ યુવતીએ ચીઝ કેક ખાવા લોકોને લાઈનમાં લગાવ્યાં
હાલમાં ચીઝ કેકનો ટ્રેન્ડ લોકપ્રિય થઈ રહ્યો છે. શહેરના એક કપલના વાયરલ થતા લોકો હવે ઘરે બનાવેલી ચીઝ કેક વેચી રહ્યા છે.
આ વાયરલ ઘટનાના પરિણામે અમદાવાદની 19 વર્ષની યુવતીએ પણ આ ટ્રેન્ડને અનુસરવાનું શરૂ કર્યું છે.
આટલી નાની ઉંમરે તે પોતાની જાતે કોઈ પણ તાલીમ વગર ચીઝ કેક બનાવી રહી છે અને તેનું એક વિશિષ્ટ વર્ઝન પણ તેમણે બનાવ્યું છે.
અમદાવાદના મીરામ્બીકા સ્કૂલ પાસે તેમના ઘરની સામે ચીઝ કેકનો બિઝનેસ શરૂ કરતી ક્રિશ્મા શાહ સાંજે 6 વાગ્યેથી તેમનો વ્યવસાય શરૂ કરે છે.
લોકો તેમના આગમનની આતુરતાથી રાહ જોતા હોય છે. ઘણી વખત તેમના આયા પહેલા જ લોકો તેમની રાહ જોતા હોય છે.
ક્રિશ્મા શાહ જણાવે છે કે, તેમણે જાતે જ ઘરે ચીઝ કેક બનાવતા શીખ્યું છે તેમને પહેલાથી જ ચીઝ કેક બનાવવાનો શોખ હતો .
તેણી અવનવા અખતરા કરીને ઘરે જ ચીઝ કેક બનાવતા શીખ્યા હતા.
જેમાં તેમની સ્પેશિયલ ડિશ કુકીડો ચીઝ કેક છે. આ ખાસ કેકમાં ચોકલેટ હોય છે અને સાથે જાંબલી રંગમાં આવે છે.
તેમણે જાતે જ ઘરે પ્રયોગ કરીને આ સ્પેશિયલ કેક બનાવી છે.
અમદાવાદના એક વાયરલ કપલથી પ્રેરિત થયા બાદ તેમણે પોતાના ઘર આગળથી જ ચીઝ કેકનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું હતું.
ક્રિશ્મા ત્રણ વર્ષથી ઘર-આધારિત વ્યવસાય ચલાવી રહી હતી અને આ દંપતીની લોકપ્રિયતાથી કેક બિઝનેસનું સાહસ કરવા માટે પ્રેરિત થયા છે.
પોતાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારથી, ગ્રાહકો તરફથી ઘણી પ્રશંસા અને સમર્થન મળ્યું છે.
ક્રિશ્મા દાવો કરે છે કે, તેઓ બ્લુબેરી ચીઝ કેક સાથે વિવિધ ફ્લેવરની કેક બનાવવામાં સક્ષમ છે.
ક્રિશ્મા પોતાના ભણતર બાદ બેકરી ખોલવાનું વિચારી રહી છે. કારણકે, તેણીને કેકમાં પોતાનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...