વિરાટ કોહલી વર્લ્ડકપમાં સૌથી વધુ રનના સચિન તેન્ડુલકરના રેકોર્ડથી માત્ર 79 રન દૂર છે.
સચિન તેન્ડુલકરના નામે વર્લ્ડકરમાં 11 મેચમાં 61.18ની એવરેજ સાથે સૌથી વધુ 673 રન બનાવ્યાનો રેકોર્ડ છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે આ રેકોર્ડ વર્ષ 2003ના વર્લ્ડકપ દરમિયાન બનાવ્યો હતો.
વિરાટ કોહલીએ હાલના વર્લ્ડકપમાં 9 મેચ રમીને 594 રન બનાવ્યા છે.
કિંગ કોહલી વર્લ્ડકપના સૌથી વધુ રનના રેકોર્ડને આ વર્ષે તોડીને પોતાના નામે કરી શકે છે.
કોહલી આ વર્લ્ડકપમાં 99ની એવરેજ અને 88.52ની સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી રહ્યો છે.
વર્લ્ડકપ 2023માં કોહલીએ બે સેન્ચ્યુરી અને 5 અડધી સદી પણ ફટકારી છે.
આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં કોહલીનો સૌથી વધુ સ્કોર 103* રહ્યો છે.
વર્લ્ડકપ 2023ની નેધરલેન્ડ સામેની અંતિમ લીગ મેચમાં કોહલીએ 51 રન બનાવ્યા હતા.
હવે કોહલીનું બેટ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં કેવું ચાલે છે તે જોવાનું છે.